14 હજાર ઉદ્યોગકર્મીને કોવિશિલ્ડ અપાઇ

ભુજ, તા. 10 : વિદેશની કોલેજમાં ભણવા ઇચ્છુક કચ્છના આઠથી 10 છાત્રોને કોલલેટર મળતાં તેમણે જિલ્લા કલેકટરને કોવિશિલ્ડ રસી મળવા માટે અરજી કરી છે જેને પગલે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર અને અધીક જિલ્લા મેજિસ્ટ્રેટને કોવિડ 19 ફાઈનલ પ્રમાણપત્ર આપવા અધિકૃત કરાયા છે. વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ 10ના ગુણાંકમા થશે તો ખાસ સેશન કરાશે અથવા જ્યાં સેશન ચાલતા હશે ત્યાં રસીકરણ માટે અયોજન ગોઠવાશે તેવું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. વિદેશ જવા ઇચ્છુક જો કોવેક્સિન રસી લીધી હશે તો તેમણે વિશ્વ આરોગ્ય સંગઠનની માન્યતા ન મળે ત્યાં સુધી રાહ જોવી પડશે.કોવેક્સિનને ડબલ્યુએચઓની માન્યતા ન મળવા અંગે ડો. કન્નરે જણાવ્યું કે કોવિશિલ્ડ વહેલી આવી હોવાથી તેને માન્યતા મળી ગઇ છે. કોવેકિસન અને કોવિશિલ્ડ બનેની અસરકારકતા સરખી છે. પણ કેવેક્સિનની માન્યતા હજુ પ્રોસેસમાં છે જે મળી જવાની તેમણે આશા દર્શાવી  હતી. કચ્છના અદાણી ગ્રુપના ત્રણ ઉદ્યોગો, ઉપરાંત બીકેટી અને વેલસ્પન દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રની સોફટવેરમાં મંજૂરી લઇ કંપની પાસેથી કોવિશિલ્ડ રસી ખરીદી તમામ ઉદ્યોગોના મળી 14 હજાર કર્મચારીઆનું રસીકરણ કરી દેવાયું છે. હજુ અન્ય ઉદ્યોગો મંજૂરી માગી રહ્યા છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલોને રસીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવાની કરાયેલી જાહેરાત અંગે ડો. માઢકને પૂછતાં તેમણે જણાવ્યું કે, હજુ એક જ ખાનગી હોસ્પિટલે મંજૂરી માગી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer