ગ્રામ્ય મિલકતોની ડ્રોન ટેક્નોલોજીથી માપણી કરી પ્રોપર્ટીકાર્ડ અપાશે

ભુજ, તા. 10 : ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતધારકોનું ડ્રોન ટેક્નોલોજી દ્વારા માપણી કરી પ્રોપર્ટીકાર્ડ આપવા માટેની ભારત સરકારે મહત્ત્વાકાંક્ષી `સ્વામીત્વ' યોજના જાહેર કરી છે. તેનાં નિરીક્ષણ અને અમલીકરણ માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના કરાઇ છે. પંચાયત રાજ મંત્રાલય દ્વારા સ્વામીત્વ યોજનાનાં અમલીકરણ માટે 2020 માર્ગદર્શિકા જાહેર થઇ. રાજ્ય સરકાર દ્વારા તેનાં અમલીકરણ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો. આ યોજનાના અસરકારક અમલ માટે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા કક્ષાની એમ ત્રિસ્તરીય સમિતિઓ રચાઇ છે. કચ્છ જિલ્લાની સમિતિ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે નીમાઇ છે, જેમાં સભ્યો તરીકે જિલ્લા વિકાસ અધિકારી, છ પ્રાંત અધિકારી, ભુજ, અંજાર, મુંદરા, અબડાસા, નખત્રાણા અને ભચાઉ, જિલ્લા નોંધણી નિરીક્ષક, જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, ડિસ્ટ્રીક્ટ ઇન્ફોજેટિક ઓફિસર (એનઆઇસી) તેમજ સભ્ય સચિવ તરીકે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડઝ-કચ્છ અને ખાસ આમંત્રિત તરીકે સર્વે ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિની નિયુક્તિ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા કરાઇ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer