ગાંધીધામમાં ધોકા- પથ્થરો વડે આધેડ પર હુમલો

ગાંધીધામ, તા. 10 : શહેરના વોર્ડ 9-એ.એચ. વિસ્તારમાં પાંચ શખ્સે એક આધેડ ઉપર ધોકા તથા છૂટ્ટા પથ્થર વડે હુમલો કર્યો હતો. શહેરની હોટલ એમ્પાયરની બાજુમાં વોર્ડ 9-એ.એચ. પ્લોટ નંબર 4માં રહેતા વિનોદ મૂલજી ચોટારા (સોરઠિયા) નામના આધેડ ગત તા. 8/6ના રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે તેમના ઘર પાસે એક કાર આવીને ઊભી રહી હતી. આ આધેડ ત્યાં ગયા હતા અને શા માટે અહીં ઊભા છો તેમ કહેતાં આ કારમાં બેઠેલો શાહરુખ નામનો શખ્સ તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને આ ફરિયાદી ઉપર ધોકા તથા છૂટ્ટા પથ્થર વડે હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer