કચ્છમાં અનુ. જાતિ પર અત્યાચારના મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ

ભુજ, તા. 10 : કચ્છમાં અનુ. જાતિ પર થતા અત્યાચારના મુદ્દે અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર અપાયું હતું. સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગ સબ કમિટીના રાજ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને સમાજના આગેવાનોએ કરેલી રજૂઆતમાં મુંદરામાં 21 વર્ષીય દલિત યુવાને કરેલા  આપઘાતની ઘટનામાં તેને મૃત્યુ સુધીનું પગલું લેવા મજબૂર કરનાર સામે હત્યાની કલમ તળે ગુનો નોંધવા ઉપરાંત વિજપાસરના સરપંચ પર હુમલો કરનાર સામે પગલાં લેવા, ગ્રામજનોને પોલીસ રક્ષણ આપવા ઉપરાંત ચીરઈના કેસમાં પણ હુમલાનો ભોગ બનનાર ગંભીર હાલતમાં છે, તેની તપાસ કરવા ઉપરાંત એવો આક્ષેઁપ કર્યો હતો કે કેટલાક મહેસૂલી અધિકારી અને પુરવઠા શાખાના કર્મી દ્વારા અનુ. જાતિના અરજદારોને હેરાન કરાતા હોવાના મુદ્દે એટ્રોસિટી તળે કાર્યવાહી કરવા માગણી કરી હતી. રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે ન્યાયિકપણે કાર્યવાહીની ખાતરી આપી હતી. દરમ્યાન, જિલ્લા પોલીસવડા, ડી.વાય.એસ.પી. કચ્છ પાટણ રેન્જ પી.આઈ. શ્રી મોથાલિયાને પણ આવેદનપત્ર આપ્યું હતું.આ પ્રતિનિધિ મંડળમાં મહામંત્રી રામજીભાઈ વાણિયા, ઉપપ્રમુખ દેવજીભાઈ કાગી,વસંતભાઈ વાઘેલા, પૂંજાભાઈ કાગી, હરિભાઈ ગોહિલ, રમેશભાઈ દાફડા, તા. પં. સભ્યો લખમણભાઈ મેરિયા, પ્રતાપભાઈ બાંભણિયા, ભીમજીભાઈ વાઘેલા, પ્રેમજીભાઈ વિગેરે જોડાયા હોવાનું મહામંત્રી ધનજીભાઈ મેરિયાએ જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer