સાંગનારાની 250 ગાયને ધુળેટી સુધી રોજ 50 મણ નીરણ કરાશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 10 : તાલુકાના માલધારી વસતી ધરાવતા સાંગનારા ગામની 250 ગાયને ઉનાળાની કાળઝાળ ગરમીમાં બચાવવાના પ્રયાસરૂપે દાતાઓના સહયોગથી સાંગનારા ગૌસેવા સમિતિ દ્વારા રોજ 50 મણ ચારાના નીરણ માટે ધુળેટી સુધીનું આયોજન હાથ  ધરાયું છે.કચ્છમાં વહેલું ચોમાસું બેસવાની આશા વચ્ચે વર્ષોથી કાર્યરત સાંગનારા ગૌસેવા સમિતિએ કોરોનાની મહામારી વચ્ચે નીરણકેન્દ્ર માટે દાતાઓનો સહયોગ સાંપડયો હોવાનું સમિતિના અરવિંદ ઠક્કરે કહ્યું હતું.ગામના દયારામ શિવદાસ ડાયાણી (કોન્ડિયા) તરફથી 350 મણ, શિવદાસ વાલજી ડાયાણી (ઈચલકરંજી) 105 મણ, સ્વ. પ્રકાશ હરિલાલના સ્મરણાર્થે 120 મણ, માતાજીના મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે આલ પરિવાર (હ. બુધાલાલ વાસંગ રબારી-ગોડજીપર) 400 મણ તેમજ ગામના નામી-અનામી 28 દાતાઓ દ્વારા 1130 મણ મળી કુલ 2105 મણ લીલો ચારો દોઢ માસ માટે રોજના 50 મણના હિસાબે ગામની 250 ગાયોને નીરવામાં આવશે. રોજના સૂકાચારાનું નીરણ ચાલુ છે, જેમાં લોકફાળા માટે રૂા. દસ હજાર જય ગોપાલ સ્ટોન ક્રશર અને રૂા. 6000 વિન્ડ સ્કાય એન્ટરપ્રાઈઝ (વડોદરા) તરફથી મળ્યા છે. આ નીરણ માટેના લોકફાળાની આવક ચાલુ છે. નીરણકેન્દ્રની વ્યવસ્થા ભાણજી હંસરાજ, તુલસીદાસ શિવદાસ, ચના રાણા, રાણા સુરા, ઉમરા પાલા, રામા કરણા સંભાળી રહ્યા છે. ગૌશાળામાં ગ્રામ પંચાયત દ્વારા અવાડો બનાવી લાઈન નાખી આપવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer