નખત્રાણા ખાતે સતપંથ સંપ્રદાયના સંત મહાત્માઓ દ્વારા બે દિવસીય અનુષ્ઠાન યોજાયા

નખત્રાણા, તા. 10 : સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા એ શુભ ઉદ્દેશ- આશયથી શ્રીમદ્ જગતગુરુ સંતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસ મહારાજ પ્રેરણા પીઠ પીરાણાનાં પાવન સાંનિધ્યમાં તાજેતરમાં સનાતન સતપંથ સંપ્રદાયને સૌ સંત-મહાત્માઓ દ્વારા વિશ્વ શાંતિ અર્થે બે દિવસીય સામૂહિક ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અનુષ્ઠાન દરમ્યાન કોરોના મહામારીને કારણે તેમજ અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનારાની સદગતિ થાય તેમજ કોરોનાની મહામારી સમાપ્ત થાય, સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના થાય એ માટે બે દિવસ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું, તેવું મહામંડલેશ્વર જનાર્દન હિરજી મહારાજની યાદીમાં જણાવાયું છે. તેમજ આગામી તા. 13-6-21 સાંજે 4થી 6 દરમ્યાન સર્વે સતપંથના અનુયાયીઓ, ભાવિકોએ મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાન કરવું તેવું આહવાન પૂ. જ્ઞાનેશ્વરદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer