ઊનની ખરીદી બંધ થતાં માલધારીઓની હાલત કફોડી

ઊનની ખરીદી બંધ થતાં માલધારીઓની હાલત કફોડી
કોટડા (તા. ભુજ), તા. 9 : ઘેટાંના ઊનની ખરીદી બંધ થતાં માલધારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી ઘેટાં ઊન વિકાસ નિગમ દ્વારા ખરીદી ન થતી હોવાથી માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા?છે. મોટા પશુઓથી જોડાયેલા માલધારીઓ દૂધનું વેચાણ કરી લે છે, પરંતુ નાના માલધારીઓ જે આના પર નિર્ભર છે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા?છે.નિગમ દ્વારા પ્રાપ્ત વિગત પ્રમાણે સરકારે ખરીદીનું લક્ષ્યાંક આપ્યું ન હોવાની તેઓ ખરીદી કરી શકતા નથી. બીજી બાજુ માલધારીઓ કહે છે કે પહેલાં ઊનના કિલોદીઠ 40થી 50 રૂપિયા મળતા જેના બદલે હવે 10થી 12 રૂપિયામાં સંતોષ માનવો પડે છે. લાંબા સમયની ખરીદી બંધ હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. પશુ માટે રઝળતા માલધારીઓ ન છૂટકે આ ઊન ફેંકી દે છે. ગુજરાત ડીસા રાજસ્થાન તરફથી વેપારી ઊન લઇ જતા પરંતુ હમણા લોકડાઉનમાં તેઓ પણ બંધ થઇ ગયા છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે વહેલીતકે ઊન ખરીદી શરૂ કરે તેવી માંગણી માલધારીઓ કરી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer