અદાણી મેડિકલ કોલેજમાં છ વર્ષ પહેલાં બનેલી લેબ. આશીર્વાદરૂપ

અદાણી મેડિકલ કોલેજમાં છ વર્ષ પહેલાં બનેલી લેબ. આશીર્વાદરૂપ
ભુજ, તા. 9 : અદાણી મેડિકલ કોલેજ ભુજમાં છ વર્ષ પહેલાં સ્વાઇન ફ્લૂના ઉપદ્રવ વખતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે બનાવવામાં આવેલી મોલેક્યુલર લેબ યોગાનુયોગ કોરોનાકાળમાં સુધારા-વધારા કરીને તૈયાર કરેલી એ જ લેબ કચ્છમાં જ ઝડપથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ધો. 12માં માસ પ્રમોશનથી વર્ગ વધારવા અંગે પૂછતાં ડીન શ્રી ઘોષે જણાવ્યું કે નીટ યુજી પરીક્ષા પાસ કર્યા પછી એડમિશન મળતું હોવાથી માસ પ્રમોશનથી કોઇ ફરક નહીં પડે.આ પરમાણુ વિષયક પ્રયોગશાળામાં (મોલેક્યુલર લેબ)નું માળખું 2015માં તત્કાલિન માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને વિંગ કમાન્ડર પ્રો. ડો. એ. એન. ઘોષે તૈયાર કર્યું હતું અને એ જ ડો. ઘોષની આ કોરોનાકાળમાં અદાણી મેડિકલ કોલેજના ડીન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.કોલેજના ડીન અને વિંગ કમાન્ડર ડો. ઘોષે કહ્યું કે, વર્ષ 2015માં સ્વાઇન ફ્લૂએ રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના આર.ટી.પી.સી.આર.ટેસ્ટની ખૂબ માંગ હતી. એ હકીકતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની મદદથી સ્વાઇન ફ્લૂની ચકાસણી માટે મોલે.લેબ તૈયાર કરવામાં આવી હતી. ત્યારે તેમાં 800 નમૂનાઓનું પરીક્ષણ થતું હતું. જી.કે. જનરલ હોસ્પિટલ અને કોલેજમાં લેબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોતા તાત્કાલિક પુન: કોરોના પરીક્ષણ માટે તૈયાર થઈ ગઈ જેમાં આજે લાખથી વધુ ટેસ્ટ થયા છે તેમ ઉમેર્યું હતું.આમ, કચ્છના મેડિકલ જગત સાથે છેલ્લા એક દાયકાથી જોડાયેલા ડો. ઘોષ પૂણે (મહારાષ્ટ્ર)ના વતની છે. મેડિકલ વિજ્ઞાન અને તેના શૈક્ષણિક કાર્યો સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમણે પૂણેથી જ એમ.બી.બી.એસ. અને એમ.ડી.(માઈક્રોબાયોલોજી)ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.મેડિકલ છાત્રોને ઓનલાઇન શિક્ષણ અપાય છે. કોરોના ઘટતાં કેમ્પસમાં બોલાવવા ઇચ્છા છે. દરેકને રસી લેવા જણાવાયું છે.  

© 2022 Saurashtra Trust