અંજારમાં પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણતાના આરે

અંજારમાં પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણતાના આરે
અંજાર, તા. 9 : વર્ષાઋતુને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંજાર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરના 1થી 9 વોર્ડમાં નાળા સફાઈની કામગીરની સાથોસાથ બાવળની ઝાડાની કટિંગ તેમજ સફાઈ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટેના આયોજન સહિતની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે.નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતા સુરેશભાઈ એ. ટાંક, દંડક વિનોદભાઈ ચોટારાની સૂચનાથી સુધરાઈના મુખ્ય અધિકારી સંજયભાઈ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ અને કેચરી અધીક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવની દેખરેખ હેઠળ સેનિ. ઈન્સ્પેક્ટર તેજપાલભાઈ મેઘજીભાઈ લોચાણી, વોર્ડમેન સૂરજમલભાઈ ભંવરલાલ, રજાકભાઈ બાયડ, કાનજીભાઈ સોરઠિયા સહિતના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.જેસીબી, લોડર અન ટ્રેક્ટર ટ્રોલી જેવા સાધનો દ્વારા આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે હવે પૂર્ણ થવા ઉપર છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer