નખત્રાણામાં માર્ગના કામમાં ધીમી ગતિ અકસ્માતો નોતરી રહી છે

નખત્રાણા, તા. 7 : અહીં સતત ટ્રાફિકથી ધમધમતા બસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂટીચાલક મહિલાની સ્કૂટી સ્લીપ થતાં મહિલાનો આબાદ બચાવ થયો હતો. છેલ્લા કેટલાય દિવસોથી કોલેજથી બસ સ્ટેશન રોડ સુધીના  માર્ગનું કામ ચાલુ છે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એક તરફના માર્ગનું કામ સંપન્ન થઈ ગયું છે અને બીજી તરફનું કામ હવે ચાલુ થશે ! માટે રોડ એક સાઈડનો ચાલુ હોતાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા સર્જાય છે. બીજી તરફના રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ થાય તે ઈચ્છનીય છે. આ નગર વચ્ચેથી પસાર થતા ભુજ-લખપત હાઈવેનું કામ થઈ રહ્યું છે. નાના-મોટા વાહનોની યાતાયાતથી આમેય ટ્રાફિક ખૂબજ રહે છે અને તેમાંય રોડનું કામ થતાં સમસ્યા સર્જાઈ છે. અકસ્માતનો પણ ભય છે. માટે તાત્કાલિક કામ શરૂ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. તંત્ર દ્વારા પણ રસ લઈ કામ શરૂ થાય તે જોવું જોઈએ. 

© 2022 Saurashtra Trust