ભુજમાં પાણીપુરીવાળા ઉપર પૌંવાવાળાનો છરી વડે હુમલો

ભુજ, તા. 9 : શહેરમાં જુના બસ સ્ટેશન પાસે આજે સવારે ધંધાકીય હરિફાઇ અન્વયે પાણીપુરીવાળા ઉપર બટેટા પૌંવાવાળાએ હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે બનેલા આ કિસ્સામાં છરી વાગતા ઘવાયેલા પાણીપુરીની લારી ચલાવતા શંભુ દિનદયાલ પરજાપતિને પેટમાં ઇજા થઇ હતી. તેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હુમલો કરનારા તરીકે ખિલખિલાટ નામની પૌંવાની લારી ચલાવતા શખ્સનું નામ  પોલીસ સમક્ષ લખાવાયું છે. પોલીસે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust