ભુજનાં એન્કરવાલા વિદ્યાલયમાં ભારતીય સંસ્કારો સાથે નિ:શુલ્ક શિક્ષણ
ભુજ, તા. 9 : વર્તમાન કોરોના મહામારીએ સમાજના નિમ્ન અને મધ્યમ વર્ગના અનેક પરિવારની આર્થિક કેડ?ભાંગી નાખી છે, જેના કારણે આવા પરિવારોના બાળકો શિક્ષણ છોડવા મજબૂર બન્યા છે ત્યારે અહીંના એન્કરવાલા વિદ્યાલયમાં દરેક વર્ગના બાળકો અને બાલિકાઓને પ્રવેશ અપાશે.છેલ્લા 33 વર્ષથી સમાજના શ્રેષ્ઠી દાતાઓના સહયોગે ભારતીય સંસ્કારો સાથે જોડાઇને આધુનિક શિક્ષણ આપતા અને વિદ્યાભારતી જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાયેલા અહીંના એન્કરવાલા વિદ્યાલયમાં શિશુ મંદિરથી ધો. 10 સુધી ગુજરાતી માધ્યમમાં ખૂબ જ વાજબી ફી સાથે શિક્ષણ અપાઇ રહ્યું છે, પરંતુ વર્તમાન સંજોગોમાં સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ વરસે સંપૂર્ણ નિ:શુલ્ક શિક્ષણ અપાશે.આવતીકાલ તા. 10મી જૂન ગુરુવારથી પ્રવેશપ્રક્રિયા શરૂ થશે જેમાં કોઇપણ જાતની ફી લેવામાં આવશે નહીં, પ્રવેશ ફોર્મ મેળવવા માટે એન્કરવાલા વિદ્યાલય, પ્રસાદી પ્લોટ, રામકૃષ્ણ મંદિર, સંસ્કારનગર ખાતે સવારે 9થી 12 દરમ્યાન સંપર્ક કરવા જણાવાયું છે.