ટેન્કર માટે પૂર્વ નગરસેવકોનો દબદબો હજુ અકબંધ : સવાર પડે ને ફોન પર વરધી
ભુજ, તા. 9 : ભરઉનાળે શહેરમાં પાણીની પારાયણ સર્જાઇ છે. ત્યારે ગાંઠના નાણાં ખર્ચીને પાણી ખરીદવા માગતા નાગરિકોને ટેન્કર દસ-બાર દિવસે મળે છે. જ્યારે નગરસેવકો અને પૂર્વ નગરસેવકો ફોન પર મળતિયાઓની લાંબી યાદી આપે છે તેના માટે ખાસ ટેન્કર દોડતા હોવાની વ્યાપક રાવ ઊઠી છે. નાગરિકોએ અહીં રોષ સાથે જણાવ્યું હતું કે, જે લોકો બે ટર્મ પહેલાં ચૂંટાયા હતા અને અત્યારે ઘેર છે તેમની વરધી પર પ્રથમ ધ્યાન અપાય છે અને નાણાં ખર્ચનારના ઘેર ટેન્કર માંડ દિવસો બાદ પહોંચે છે.