ભુજ-આદિપુરમાં પરશુરામ જયંતી ઉજવાઈ

ભુજ-આદિપુરમાં પરશુરામ જયંતી ઉજવાઈ
ભુજ, તા. 14 : આજે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.  આદિપુરમાં પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ ડો. નરેશ મેશી, મંત્રી પ્રવીણ દવે, ટ્રસ્ટી અને કોમર્સ કોલેજના આચાર્ય ડો. મનિષ પંડયા, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયોજક પન્નાબેન જોશી, જ્યોત્સના દવે, પરશુરામ સેવા બ્રહ્મસમાજના પ્રમુખ રાજેશ ધારક, કાઉન્સીલરો લીનાબેન ધારક, કમલ શર્મા વિ. દ્વારા એસ.આર.સી.ની જૂની કચેરીના મુખ્ય દ્વાર પાસેના ત્રિભેટે આવેલા પરશુરામ ચોક ખાતે પૂજન-અર્ચનનો સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતળો. હિતેશ દવે, હેમંત જોશી, યશ ધારક, જય દવે, અશ્વિન ત્રિવેદી, નિધિ ધારક વિ. ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ.સે.બ્ર. સમાજ દ્વારા લીલાશા કુટીઆ ખાતેના કોવિડ કેન્દ્રના દર્દીઓ, મેડીકલ કર્મીઓ વગેરેને પ્રસાદરૂપે સવાર-સાંજ નાસ્તા વિ.ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં યુવા કાર્યકરો જોડાયા હતા. ભુજ : અહીં શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ સેવા કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે ભુજ મહાદેવ નાકે આવેલા પરશુરામ ચોક પાસે વંદના કરાઈ હતી. ત્યારબાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર તથા જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી સાથે જરૂરિયાતમંદોને કપડા અને મીઠાઈ પણ આપવામાં આવી હતી. જરૂરતમંદ પરિવારોને ઘેર ટિફિનો પણ પહોંચતા કરવામાં આવ્યા હતા. આજના કાર્યમાં સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી, મધુભાઈ ત્રિપાઠી, નર્મદાબેન ગામોટ તેમજ ગુજરાત રાજ્યના માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લા, અખિલેશભાઈ પીઠડ, ધારાશાત્રી અશોકભાઈ માંડલિયા તેમજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના અને દયાપર તાલુકા પંચાયતના સદસ્ય હેમેન્દ્ર જણસારી આ સેવા કાર્યોમાં જોડાયા હતા તેમજ નર્મદાબેન ગામોટ તેમજ ચિરાગ ગામોટ તરફથી રાશનકિટ આપવામાં આવી હતી. દરમ્યાન મહામારીને નાથવા વિશ્વ કલ્યાણ માટે પંચમુખી હનુમાનજી મંદિર પર આદિપુરમાં બ્રહ્મચારી પ્રકાશાનંદજી મારાજના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીધામ દ્વારા વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેના આચાર્ય જિજ્ઞેશ મારાજ અને ભરત મારાજ સાથે ઋષિકુમારો દ્વારા શાત્રોક્ત વિધિથી બપોરે નાળિયેર હોમ સાથે સંપન્ન થયો હતો. યજ્ઞના યજમાન મલ્કેશ બાલમુકુંદ જોશી તથા અંકિતા જોશી હતાં. આ પ્રસંગે મધુભાઈ ભટ્ટ, સમીપ જોશી, રેવા કલવાની, પ્રવીણ દવે, જગદીશ પંડયા, મુરારી શર્મા, વિપુલ મહેતા, મુરલી જગાની, ડો. નરેશ જોશી તથા અન્યો દ્વારા મર્યાદિત સંખ્યામાં હાજર રહી કોરોના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer