નખત્રાણામાં દોઢ કરોડના ખર્ચે બનનારા માર્ગનું ખાતમુહૂર્ત

નખત્રાણામાં દોઢ કરોડના ખર્ચે બનનારા માર્ગનું ખાતમુહૂર્ત
નખત્રાણા, તા. 14 : નગરના પાદરે ઓ.સી.પી. માર્કેટથી બસસ્ટેન્ડ સુધીના ર કિલોમીટર માર્ગ 1.પર કરોડના ખર્ચે પેવર-રોડ કરવાના કામનો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો. આ બે કિલોમીટરના માર્ગનું કામ 1.પર કરોડના ખર્ચે બનશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નખત્રાણા ઈન્ટરનલ રોડ જે મંજૂર થયો છે તેનું ખાતમુહૂર્ત - દો ગજ કી દૂરી તેમજ જૂજ આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બસ સ્ટેન્ડથી ઓ.સી.પી. માર્ગ ર કિલોમીટર છે તે ખૂબ જ ખખડધજ જર્જરિત બન્યો હતો. તેમજ આ માર્ગ પર સતત ટ્રાફિક રહે છે. સાથે ત્યાંથી ખટારા પણ પસાર થાય છે. આ માર્ગનું કામ શરૂ થતાં નગર વચ્ચેથી પસાર થતા વાહનચાલકોને ઘણી રાહત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ, તા. ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસીંગાણી, જિ.પં. સદસ્ય નયનાબેન પટેલ, હરિસિંહ રાઠોડ, લાલજીભાઈ રામાણી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, મોહનભાઈ ચાવડા, ભરતભાઈ સોમજિયાણી, ચેતન કતીરા, જીતુભા જાડેજા, યોગેશ યાદવ, ચંદુભાઈ પટેલ, રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer