ગેડીનાં ઐતિહાસિક હિંગળાજ મંદિરને હરિયાળું બનાવાશે

ગેડીનાં ઐતિહાસિક હિંગળાજ મંદિરને હરિયાળું બનાવાશે
રાપર, તા. 14 : વાગડનાં ઐતિહાસિક ગામ ગેડીથી ઉત્તરે ટેકરી પર આવેલાં અને હાલે ગાંડા બાવળથી ઘેરાયેલા સમગ્ર પરિસરને હરિયાળું બનાવવા ગામના સમજદાર યુવાનોએ કમર કસી છે. ઐતિહાસિક અને પ્રાચીન હિંગળાજ મંદિરે હજારો લોકો દર્શને આવે છે અને શ્રદ્ધા ધરાવે છે. ગેડી છોડીને કચ્છ - બૃહદ કચ્છમાં રહેતા અનેક પરિવારો દર આસો નવરાત્રિમાં આઠમના મોટી સંખ્યામાં અહીં ઉમટે છે. મંદિર સુધી પાણી, વીજળી અને રસ્તાની સુવિધા ઉપલબ્ધ છે. મહેસૂલ વિભાગમાં સેવા  આપતા આ ગામના ઈલેકટ્રીકલ એન્જિનીયર દિવાનસિંહ વાઘેલા, જુવાનસિંહ વાઘેલા તથા અન્ય યુવાનોએ ર00?વૃક્ષ ઉછેરવાનું બીડું ઝડપતાં અનેક લોકો જોડાવા લાગ્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer