ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લેતા રાજ્યમંત્રી શ્રી આહીર

ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લેતા રાજ્યમંત્રી શ્રી આહીર
ભુજ, તા. 14 : અંજાર તાલુકાના વરસામેડી ખાતે શરૂ કરાયેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને રાપર તા.ના પલાંસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે મુલાકાત લીધી હતી અને કોરોનાના દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા અંગે તાગ મેળવી અંજાર ટી.ડી.ઓ.  આર. ડી. વ્યાસને જરૂરી સૂચનો કર્યાં હતાં. તેમણે વરસામેડી સબ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શ્રી આહીરે મેઘપર (બોરીચી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જરૂરી તમામ વ્યવસ્થા અંગે જાતનિરીક્ષણ કર્યું હતું. ત્યાં સ્ટાફ સાથે વાતચીત કરીને તેમની કામગીરીને બિરદાવીને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ બન્ને મુલાકાત દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા પંચાયતના સભ્ય મ્યાજરભાઈ આહીર, દંડક મશરૂભાઈ આહીર, અંજાર ટીડીઓ આર. ડી. વ્યાસ, કાનજીભાઈ, વરસામેડી ખાતે સરપંચ રૂપાભાઈ રબારી, મેઘપર (બોરીચી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંના ઈન્ચાર્જ સુપરવાઈઝર તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer