ભુજ મહેશ્વરી મિત્ર મંડળની નિ:શુલ્ક ટિફિનસેવા અવિરત જારી

ભુજ મહેશ્વરી મિત્ર મંડળની નિ:શુલ્ક ટિફિનસેવા અવિરત જારી
ભુજ, તા. 14 : કોરોનાના કપરા કાળમાં ભુજ મહેશ્વરી મિત્ર મંડળના નરેશભાઇ કે. મહેશ્વરી, પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત અને કરશનભાઇ ધનજીભાઇ આયડી, સામાજિક આગેવાન તેમજ મંડળના સર્વે દ્વારા જરૂરિયાતવાળા લોકો જેમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓ અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સ્વજનો માટે અવિરતપણે નિ:શુલ્ક ટિફિનસેવા ચાલી રહી છે. રસોડામાં રોજના અંદાજિત 180થી 200 કે તેના કરતા વધારેની માત્રામાં નિ:શુલ્ક ભોજન બનાવનારા કાર્યકરો મધ્યમવર્ગીય છે અને પોતાનો અમૂલ્ય સમય કાઢી સેવા કરી  રહ્યા છે. આ ટિફિનસેવા રૂપી વહેતી ગંગામાં પોતાનું સેવાકીય યોગદાન મુખ્ય રસોઇયા નારાણભાઇ ગરવા, લાલજીભાઇ ગરવા, નારાણભાઇ બળિયા, જેઠાલાલ માતંગ, જીતુભાઇ ગરવા, સુમારભાઇ વિસરિયા, નાનજીભાઇ વિસરિયા, ભાવિક નામોરી આયડી, રામજીભાઇ સંજોટ, ધર્મેશ બારોટ, ભીખાલાલ ધેડા, ગોવિંદભાઇ આયડી, ચેતનભાઇ મતિયા, રમેશભાઇ મતિયા, ખીમજીભાઇ બુચિયા, રવિભાઇ ધેડા, નરેશભાઇ આયડી, મહોમદ બલોચ (કારુભા), હિરેનભાઇ આયડી, મિતેશભાઇ આયડી, કાનજીભાઇ દનિચા,  ચેતનભાઇ ધુવા, જશાભાઇ મોથારિયા, મેઘજીભાઇ ફફલ, હિરજીભાઇ આયડી, રાજેશભાઇ ચોરસિયા, ગોવિંદભાઇ માતંગ, લાલજીભાઇ ભવાનભાઇ સંજોટ, રામજીભાઇ રોશિયા સહિત આપી રહ્યા છે. ટિફિનસેવા માટે હિરેનભાઇ આયડી-98252 97472 પર સંપર્ક કરવા જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer