સામખિયાળી ગામે તબીબના અભાવે સરકારી આરેગ્ય કેન્દ્ર બન્યું સાવ સેવાવિહોણું

સામખિયાળી ગામે તબીબના અભાવે સરકારી આરેગ્ય કેન્દ્ર બન્યું સાવ સેવાવિહોણું
ભચાઉ, તા. 14 : તાલુકાનું જંક્શન સમું સામખિયાળી ગામ તેનાં સરકારી પ્રાથમિક આરેગ્ય કેન્દ્રમાં તબીબ મેળવવા તડપી રહ્યું છે. નવા બનેલા વિશાળ આરોગ્ય કેન્દ્ર આડે કાચી-પાકી દુકાનો હતી તે હટાવાઇ છે. અમુકે કહ્યું કે, દવાખાનું ચાલુ થાય તો અમે પણ અહીંથી ધંધો-વેપાર બંધ કરી ભાગી જવા તૈયાર છીએ. આખરે પ્રાથમિક આરેગ્ય કેન્દ્ર નવા મકાનમાં આવ્યું પણ એમ.બી.બી.એસ. તબીબ નથી. તબીબ મેળવવા તાલુકા પંચાયત સદસ્ય જીવતીબેન કાનજીભાઇ બાળાએ નાછૂટકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો સામખિયાળી આસપાસના લોકે તાલુકા  આરોગ્ય અધિકારી સામે ધરણા કરવાની ફરજ પડશે તેમ કહ્યું છે. સામખિયાળી બેઠક-1ના સભ્ય જીવતીબેન બાળાએઁ આપેલી વિગતો મુજબ જિલ્લા કલેક્ટરનું ધ્યાન પત્રથી દોર્યું છે. સામખિયાળીની 20 હજારની વસતી છે. નજીકમાં સાતેક મોટા ગામ છે. 40-45 હજારની માટે સામખિયાળીનું એક માત્ર આરોગ્ય કેન્દ્ર છે. કોરોના મહામારી સાથે વાયરસ ફીવરની માંદગી વધી છે. સરકારી તબીબ ન હોવાથી ખાનગી દવાખાનામાં જવું પડે છે. લોકો બીમારી, લોકડાઉનથી આર્થિક રીતે ભાંગતા જાય છે. બેકારીનું પ્રમાણ વધ્યું છે, તેવું કહી તેમણે આક્ષેપ કર્યો છે કે આરોગ્ય વિભાગની આંતરિક કિન્નાખોરીનાં કારણે અંદરોઅંદરની મિલીભગતથી સામખિયાળીના ડોક્ટરને અન્યત્ર મૂકવામાં આવે છે, કેટલાક કર્મચારી પી.એચ.સી.ના હેડ બની ગયા છે. આ અંગે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ મઘીબેન ગોકળભાઇ વાવિયા વતી તેમના પતિ ગોકળભાઇએ કહ્યું, ડોક્ટર નથી તો મુકાવી દેશું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer