સાહાનું ઇંગ્લેન્ડ પ્રવાસે જવું અનિશ્ચિત : ફરી પોઝિટિવ

નવી દિલ્હી, તા.14: વિકેટકીપર રિધ્ધિમાન સાહાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટીમમાં સામેલ છે. બીજી તરફ સીએસકેના ઓસ્ટ્રેલિયન બેટિંગ કોચ માઇકલ હસ્સીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આથી માલદિવ પહોંચીને ત્યાંથી રવિવારે તેમની ઘરવપાસીની આશા છે.ભારતની ઇંગ્લેન્ડ સામેની પ ટેસ્ટની અને ન્યુઝીલેન્ડ સામેના ફાઇનલ મેચની ટીમમાં રિધ્ધિમાન સાહા સેકન્ડ વિકેટકીપર તરીકે સામેલ છે. તે આઇપીએલ દરમિયાન કોરોના સંક્રમિત થયો હતો. બાદમાં આઇપીએલ સસ્પેન્ડ કરાયું હતું. સાહા હવે ઇંગ્લેન્ડ પ્રવાસે જઇ શકશે કે નહીં તે નિશ્ચિત નથી. કારણ કે બીસીસીઆઇએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોઇ ખેલાડીને બાદમાં ટીમમાં સામેલ કરાશે નહીં, જે ખેલાડી પોઝિટિવ હશે તે પ્રવાસ ગુમાવશે. આથી રિધ્ધિમાન સાહાનું ઇંગ્લેન્ડ પ્રવાસે જવું અનિશ્ચિત બન્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer