બોલિંગ વિના હાર્દિકનું ટીમમાં શું કામ?

નવી દિલ્હી, તા.14: પૂર્વ પસંદગીકાર સરણદીપ સિંઘનું માનવું છે કે હાર્દિક બોલિંગ જો ન કરી શકતો હોય તો ટેસ્ટમાં તો શું લીમીટેડ ઓવર્સની ભારતીય ટીમમાં પણ તેની જગ્યા બનતી નથી. હાર્દિક પંડયાને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી પડતા મૂકવાના પસંદગીકારોના નિર્ણયનું તેમણે સમર્થન કર્યું છે. સરણદીપ સિંઘ કહે છે કે હાર્દિક પંડયાને પડતો મૂ‰કવાનો નિર્ણય સમજી શકાય છે. તે સર્જરી બાદ નિયમિત રીતે બોલિંગ કરી શકતો નથી. મને લાગે છે કે જો તે વન ડેમાં 8-10 ઓવર કે ટી-20માં 4 ઓવર પણ ન કરી શકે તો આ બે ટીમમાં પણ તેનું કોઇ સ્થાન નથી. ફકત બેટિંગ ક્ષમતા પર તેની પસંદગી થઇ શકે નહીં. હાર્દિકના બોલિંગ ન કરવાથી ટીમના સંતુલનને ઘણી અસર થાય છે. આથી તમારે વધુ એક બોલરને ઇલેવનમાં રમાડવો પડે છે. જેથી સૂર્યકુમાર યાદવ જેવા પ્રતિભાશાળી ખેલાડીને બહાર રહેવું પડે છે.  ટીમ પાસે હાલ રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા સારા ઓલરાઉન્ડર છે. જે વિકલ્પ બની શકે છે. આ તકે સરણદીપે યુવા પૃથ્વી શોને પડતા મૂકવા પર પસંદગીકારોની ટીકા કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer