નારણસરીની એ લૂંટનો બનાવ અંતે ચોપડે ચડયો

ગાંધીધામ, તા. 14 : ભચાઉ તાલુકાના નારણસરીમાં ઘરમાં ઘૂસી બે શખ્સે ચલાવેલી લૂંટનો બનાવ પોલીસ ચોપડે ચડયો હતો. રૂા. 1,85,000ની મતાની લૂંટનો ગુનો વિધિવત રીતે નોંધાયો હતો. મુંબઈ રહેતા અરવિંદ ગણેશાભાઈ સાંઢા (પટેલ) ગત તા. 12/5ના પોતાના વતન નારાણસરી આવી પહોંચ્યા હતા. તેમના પત્ની, બાળકો અને બહેનના બાળકો છત ઉપર હતા. તેમજ આ ફરિયાદી અને તેમના માતા-પિતા ઘરની બહાર બેઠા હતા ત્યારે ફરિયાદીનો ભાણેજ શુભમ વીજ મોટર બંધ કરવા નીચે આવ્યો હતો. દરમ્યાન તેમના ઘરમાં ઘૂસેલા 25થી 30?વર્ષીય બે બુકાનીધારી શખ્સોએ આ શુભમનું મોઢું બંધ કરી તેને ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાનો નેકલેસ, રોકડા રૂપિયા 10,000 એમ કુલ રૂા. 1,85,000ની મતાની લૂંટ કરી નાસી ગયા હતા. આ બનાવ વિધિવત રીતે પોલીસના ચોપડે ચડતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer