ભચાઉ પાસેથી ચોરાઉ મનાતા તેલ સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 14 : ભચાઉ નજીકથી એસ.ઓ.જી.એ એક કારમાંથી ચોરી કે છળકપટથી મેળવાયેલા તેલ સાથે એક શખ્સને પકડી પાડયો હતો. ભચાઉના ધોરીમાર્ગ ઉપર આવેલા ગુરુકુળની સામે સર્વિસ રોડ ઉપર સ્કોર્પિયો કાર નંબર જી. જે. 12-બી.એફ.  6925ને એસ.ઓ.જી.એ રોકાવી હતી. આ કારમાં પાછળના ભાગેથી 40?લિટર ડીઝલ, 30 લિટર બાયોડીઝલ એમ કુલ રૂા. પપ00નું તેલ તથા ખાલી પ્લાસ્ટિકના 9 કેરબા, પ્લાસ્ટિકનું કડવારું, પાઈપ, રોકડા રૂપિયા 3900, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. કારમાં સવાર અનવર ઈબ્રાહીમ કુંભાર નામના શખ્સ પાસેથી આ તેલના આધાર-પુરાવા મગાતાં તે આપી શકયો ન હતો. આ માલ ચોરી કે છળકપટનો હોવાનું જાણીને પોલીસે આ માલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer