ભચાઉમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સે કર્યો હુમલો

ગાંધીધામ, તા. 14 : ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં ગલુડિયું મારી નાખવા મુદ્દે ઉશ્કેરાઈ જઈ પાંચ શખ્સે પિતા-પુત્ર ઉપર હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા ખાનાભાઈ ગોકળ ફફલ અને તેમનો દીકરો વિકાસ ગત તા. 11/5ના રાત્રિના પોતાની કારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સામજી રામજી મેરિયા પોતાના ઘર પાસે છરી લઈને બેઠો હતો અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ધોકા લઈને ઊભા હતા. આ સામજીએ ગાળાગાળી કરતાં વિકાસે પોતાના ફોનમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. આ આરોપી સામજી તમે ગલુડિયું કેમ મારી નાખ્યું છે, તેમ કહી ઉશ્કેરાઈ ગયો હતો તેવામાં સામજીના પિતા રામજી મેરિયાએ આ ફરિયાદીના માથામાં પથ્થર ઝીંકી દીધો હતો અને આ સામજીએ છરીથી હુમલો કર્યો હતો તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતાં પિતા-પુત્ર બંને ઘવાયા હતા. આ બન્નેને સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer