રણકાંધીના ગામોના લોકો અપૂરતી આરોગ્ય સેવાથી પરેશાન

ભુજ, તા. 14 : કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કરી સમગ્ર દેશમાં હાહાકાર મચાવી યોગ્ય સમયે અપૂરતી આરોગ્ય સેવાના લીધે લાખો લોકો મોતને ભેટયા છે. ભુજ તાલુકાના પાવરપટ્ટીના ઝુરા ગામથી માંડી છેક જવાહરનગર જેવા 23 જેટલા નાના-મોટા ગામડાંઓમાં પણ?કોરોનાની બીમારીએ માથું ઊંચક્યું છે અને તેની સામે ખરા ટાણે તેનાથી પીડાતા દર્દીઓને આરોગ્ય સેવા ન મળતી હોવાની બૂમરાણ?ઊઠતાં ડી.ડી.ઓ. તેમજ સી.ડી.એચ.ઓ. પાસે આ બાબતે સુચારુ વ્યવસ્થા ગોઠવવાની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.રણકાંધીને અડીને આવેલા ઝુરા, લોરિયા, સુમરાસર (શેખ), ઢોરી, કુનરિયા, કોટાય, ધ્રંગ, લોડાઇ, ધરમપુર, જવાહરનગર તથા ઉગમણી બન્નીના સાતેક જેટલા ગામડાઓમાં 10 દિવસથી સંપૂર્ણ લોકડાઉન છે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ?બનતાં કોરોનાની ચેઇન તોડવા તેમાં સ્થાનિકે ગ્રામ પંચાયતો દ્વારા વધારો કરવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તાર અત્યારે માનવ મહેરામણ વચ્ચે પણ સૂમસામ ભાસી રહ્યો છે, પરંતુ હાલના તબક્કે આ વિસ્તારમાં તાવ-શરદી જેવી બીમારી વધારે પડતી હોવાથી અને કોરોનાની બીકના કારણે ઘણા લોકો દવાખાના સુધી ન જતા હોવાથી સંક્રમણ વધુ ન ફેલાય તેમના માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક ગામમાં સર્વે હાથ?ધરવામાં આવે અને તેમાં પંચાયતો  પણ લોકજાગૃતિ રીતે જોડાય તેવી માંગ કરવામાં આવી છે.કોવિડ દર્દીઓ માટે ઢોરી ગામે સી.એચ.સી.માં કોવિડ?કેર સેન્ટર કાર્યરત છે. વિશેષમાં ઝુરા, સુમરાસર?(શેખ), ઢોરી, કુનરિયા, લોડાઇ તથા જવાહરનગર જેવા ગામોમાં આયુષ્માન ભારત અંતર્ગત આરોગ્ય પેટા કેન્દ્રો આવેલા છે તે કેન્દ્રના જવાબદાર આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાવ-શરદી, કોરોનાના રેપિડ ટેસ્ટ માટે કિટ, પેરાસિટામોલ, ફેબીફ્લુ તથા એજીથ્રોમાઇસન જેવી ટેબ્લેટની વ્યવસ્થા આવા કેન્દ્રમાં કરાઇ નથી.વિશેષમાં ઢોરી સી.એચ.સી.માં 20 બેડ?ધરાવતું કોવિડ?કેર સેન્ટર છે તેમાં બેડ સંખ્યા વધારવામાં આવે જેથી કરીને ક્રિટિકલ કંડિશન ધરાવતા દર્દીઓને ભુજ સુધી જવાનો વારો ન આવે. તમામ ગ્રામ પંચાયતોને આ કામ કરવા માટે આદેશાત્મક પરિપત્ર  બહાર પાડે તેવી જિલ્લા કોંગ્રેસના મંત્રી તથા વકીલ ધનજી રાણા મેરિયા દ્વારા માગણી કરવામાં આવી છે. તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા રસીકરણ ઝુંબેશના ભાગરૂપે તા. 1/5/21થી રસીકરણ કરાવવા 18થી 44 વર્ષના માટે સાત હજાર ડોઝ તથા 45 વર્ષથી ઉપરના વયસ્કો માટે 10 હજાર ડોઝ કચ્છ જિલ્લા માટે ઉપલબ્ધ કરાયા છે ત્યારે આ રસીના?ડોઝ આ વિસ્તારના ઢોરી સી.એચ.સી.માં ચાર દિવસથી લોકો ધક્કા ખાય છે પરંતુ ત્યાં રસી ઉપલબ્ધ ન હોવાનું જણાવીને ભુજની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer