કચ્છમાં કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારને આર્થિક સહાયની માગણી

ગાંધીધામ, તા. 14 : કચ્છ જિલ્લા કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ શાસને દર્શાવેલા ગુજરાત મોડેલની કોરોના સંક્રમણે પોલ ખોલી નાખી હોવાનું જણાવીને આ સરહદી જિલ્લામાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને આર્થિક સહાયની માંગ કરી છે. જિલ્લામંત્રી ગોવિંદભાઇ દનિચાએ એક યાદીમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ જ કઠિન હશે તેવી ચેતવણી આપી હતી. સરકારે તેને ગંભીરતાથી લેવાના બદલે કોઇ નક્કર આયોજન કે પૂર્વ તૈયારી નહીં કરતાં અત્યારે કટોકટીભરી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે જિલ્લાની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં 80 ટકા જેટલા કોરોનાના દર્દી દાખલ છે ત્યારે અન્ય બીમારીમાં આપાતકાલીન સ્થિતિ ઊભી થાય તો કેવી ગંભીર સ્થિતિ બને ? તેવો પ્રશ્ન પણ ઊઠાવ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer