લખપત તાલુકાના નોંધણી કરાવનારા 1300માંથી 224 યુવાન રસી લેવા ન ગયા

માતાના મઢ (તા. લખપત), તા. 14 : કચ્છમાં 18+ વર્ષના યુવાનોને આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ ઉત્સવ ઓનલાઇન નોંધણી કરી વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે ત્યારે લખપત તાલુકાના દયાપર ખાતે તા. 2થી તા. 14/5 સુધી વેક્સિનેશન નોંધણી 1300 સ્લોટની થઇ હતી, જેમાં 1076 જેટલા યુવાનોએ રસીનો પ્રથમ?ડોઝ લીધો, પણ 224 યુવાનોએ વેક્સિન માટે ઓનલાઇન નોંધણી તો કરાવી પણ લેવા દયાપર પહોંચ્યા નહીં, એટલે એમના રસીના ડોઝ?આરોગ્ય તંત્ર પાસે બચી ગયા.આરોગ્ય અધિકારી ડો. રોહિત ભીલે માહિતી આપતાં જણાવ્યું કે, આજે 100 સ્લોટનું રસીકરણ હતું જેમાં 100માંથી 72 લોકો જ રસી લેવા પહોંચ્યા હતા. ઓનલાઇન નોંધણીવાળા યુવાનો સંજોગોવસાત રસીકરણ માટે ન પહોંચે તો વધારાના સ્લોટ?સ્થાનિક યુવાનોના આધારકાર્ડ ઉપર નોંધણી કરી શકાય એવો નિયમ હોવો જોઇએ. ઓનલાઇન નોંધણીથી અનેક વિસંગતતાઓ ઊભી થાય છે. આરોગ્ય સ્ટાફને પણ સાંજે 6 વાગ્યા સુધી રસીકરણ?કેમ્પમાં લાભાર્થીઓની રાહ જોવી પડે છે. જેથી નિયમો સુધારી વહેલા તે પહેલાંના ધોરણે રસી આપવામાં આવે તેવી યુવાનો માંગ કરી રહ્યા છે. દયાપર કેન્દ્રમાં આજે પણ પાંચ દિવસના 500 સ્લોટ પાંચ મિનિટમાં હાઉસફૂલ થઇ ગયા હતા તેવું યુવાનોએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer