બિદડામાં જુગારના દરોડામાં સાત આરોપીને ઝડપી પડાયા

ભુજ, તા. 13 : માંડવી તાલુકાના બિદડા ગામે ગામની પૂર્વ બાજુની સીમમાં કુટડી વાડીની બાજુમાં બાવળોની ઝાડી વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા સાત આરોપીને સ્થાનિક માંડવી પોલીસે રૂા. 10,700ની રોકડ સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.  પોલીસે આપેલી માહિતી મુજબ આ કિસ્સામાં બિદડાના મનોજ જખુ સંઘાર, મોટા ભાડિયાના ખેતશી હરજી ગઢવી, બિદડાના ગુલામ આદમ ચૌહાણ, કાન્તિલાલ ગાવિંદજી મોતા, શામજી રતન સંઘાર, હુશેન હાજી કેવર અને અરાવિંદ બાબુ પટ્ટણીનો સમાવેશ થાય છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer