કોરોના મહામારીમાં ભુજની ક્લબે સેવાનો વ્યાપ વધાર્યો

કોરોના મહામારીમાં ભુજની ક્લબે સેવાનો વ્યાપ વધાર્યો
ભુજ, તા. 4 : કોરોના મહામારીમાં 10ર ઓક્સિજન સિલિન્ડર દ્વારા લાયન્સ કલબ ઓફ ભુજે સેવાનો વ્યાપ વધારતાં આ સેવા અનેક લોકોને મદદરૂપ થઈ રહી છે. કલબ દ્વારા ભુજના લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી રર વર્ષ પહેલાં 35 ઓક્સિજન સિલિન્ડર વસાવી કમલેશ સંઘવી તેમજ ભરત મહેતાના ઉમદા પ્રયત્નોથી આ લોકોપયોગી કાયમી પ્રોજેકટ શરૂ કરાયો હતો. ત્યારબાદ વખતો વખત ખૂટતાં સિલિન્ડરો ક્લબના સભ્યમિત્રો તેમજ દાતાઓના આર્થિક સહયોગથી વસાવતા રહી સેવા સતત ચાલુ રાખી છેલ્લા એક વર્ષથી કોવિડ-19ની મહામારીમાં આ જરૂરિયાત અનેકગણી વધી જતાં સમયાંતરે સિલિન્ડરની ખરીદી કરાઈ છેલ્લા એક માસમાં પરિસ્થિતિ વણસતાં ક્લબ દ્વારા 10 દિવસ પહેલાં પ0 ઓક્સિજન સિલિન્ડર  તાત્કાલિક ધોરણે ખરીદ કર્યા અને ભુજના હોસ્પિટલ રોડ ખાતે સંસ્થાના કોમ્યુનિટી હોલ લાયન્સ ભવનમાંથી યુદ્ધના ધોરણે વિતરણ શરૂ કરાયું. કલબ દ્વારા લાભાર્થી માટેના નિયમોમાં થોડા ફેરફાર કરાયા અને પ000 સિલિન્ડરની ડિપોઝિટ લેવાય છે, જે સપૂર્ણ રિફંડેબલ છે. સાત દિવસ સુધી વપરાશનો કોઈ ચાર્જ લેવાતો નથી. ત્યારબાદ દરરોજના રૂા. પ0 ડોનેશનરૂપે ભરવાના રહે છે.  અગાઉ સિલિન્ડર લઈ ગયેલા લાભાર્થીઓ તથા તેમના પરિવારજનોને અપીલ કરતાં જણાવાયું કે, સિલિન્ડરની સેવા પૂર્ણ થઈ ગઈ હોય, જરૂરિયાત ન હોય તો તાત્કાલિક ધોરણે આ સિલિન્ડર પરત કરશો જેથી અન્ય લાભાર્થીને મદદરૂપ થઈ શકાય. જો વધારે સિલિન્ડરની જરૂરિયાત ઊભી થશે તો પ0 નવા સિલિન્ડર લાયન્સ હોલ ખાતે વસાવવાની તૈયારી છે તેમજ તુરંતમાં નવી રાવલવાડી ખાતે આવેલી સંસ્થાની લાયન્સ હોસ્પિટલ ખાતેથી પણ નવા 100 સિલિન્ડર વસાવીને આ સેવા શરૂ કરાશે તેવું કલબ પ્રમુખ પ્રફુલ્લ શાહે જણાવ્યું હતું. આ કાયમી સેવા વધુને વધુ લોકોને મળે તે માટે પ્રમુખ શ્રી શાહ, મંત્રી ચંદ્રકાંત સોની, ખજાનચી હર્ષદ ભીંડે, રજનીભાઈ પટવા, સંજય દેસાઈ, એ.વાય. આકબાની, શૈલેન્દ્ર રાવલ, અભય શાહ તેમજ વર્ષ ર0ર0-ર2ના પ્રોજેકટ ચેરમેન અજિતસિંહ રાઠોડ, ગૌરવ પટવા વગેરે સતત પ્રયત્નશીલ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer