કોરોના સામે સાવધ રહેજો, અને થાય તો જરાય ગભરાશો નહીં

કોરોના સામે સાવધ રહેજો, અને થાય તો જરાય ગભરાશો નહીં
ભુજ, તા. 4 : કોરોના થાય નહીં એ માટે તમામ સાવચેતી લેજો અને તેમ છતાં થઇ જાય તો જરાય ગભરાશો નહીં. આપણા ડોક્ટરો અને ઉપરવાળો બધાનું ભલું કરશે. એવો સંદેશ ભુજના 95 વર્ષીય વડીલ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના કોરોનાને જબ્બરદસ્ત લપડાક મારીનેઆપ્યો છે. ભુજના વયોવૃદ્ધ વડીલ ખીમજી વિશ્રામ હીરાણીએ અને આયખાંની 95 નોટઆઉટ વયે એમને કોરોનારૂપી કાળમુખો લાગુ પડી ગયો, પરંતુ તેઓ જી.કે. જનરલમાં દાખલ થયા. તબીબોને તેમનો અહેવાલ તૈયાર કરતા જાણવા મળ્યું કે, તેમને ડાયાબિટીસ પણ હતું. જી.કે. હોસ્પિટલમાં પ્રારંભે તેમને ઓક્સિજનની ખામીની અસરને ધ્યાનમાં લઇને હાઇફ્લો નેઝલ કેન્યુલા ઉપર આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમની તબિયત સકારાતમક પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં સતત મોનિટરીંગ કરી તેમને તબક્કાવાર જુદા જુદા ઓક્સિજન પૂરક માસ્ક ઉપર રાખવામાં આવ્યા. હોસ્પિટલના બ્રધર પ્રવીણ દવેએ કહ્યું કે, તેમને 11 દિવસ સુધી આવી ઓક્સિજન સંલગ્ન સારવાર બાદ સન્માનપૂર્વ વિદાય આપવામાં આવી હતી. આ વડીલે કહ્યું કે, મને હોસ્પિટલમાં કોઇ જાતની તકલીફ પડી નથી. ખાધેપીધે અને મારી ચાકરી પણ બરોબર થતી. તમામ ડોક્ટર્સ, નર્સ અને દરેકને હજાર હાથવાળો શકિત સાથે એવા આશીર્વાદ પણ આપ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer