જૂની દુધઈમાં શેરીએ-શેરીએ સર્જાઈ પાણીની રેલમછેલ

જૂની દુધઈમાં શેરીએ-શેરીએ સર્જાઈ પાણીની રેલમછેલ
નવી દુધઈ (તા. અંજાર), તા. 4 : અંજાર તાલુકાના જૂની દુધઈમાં શેરીએ-શેરીએ પાણીની રેલમછેલ સર્જાયાનો માહોલ જોવા મળી રહ્યો છે.જૂની દુધઈ પટેલ વાસ, ઠાકર મંદિર બાજુમાં આજુબાજુના રહેવાસીઓ સવાર થાય ને શેરીઓમાં પાણી ઢોળે છે. આ ઉનાળાની સિઝનમાં એક તો પાણીની તંગી, બીજી બાજુ ત્યાંના રહેવાસીઓ પાણીનો વેડફાડ કરી રહ્યા છે. ઠાકર મંદિરની બાજુમાં સ્વામિનારાયણ મંદિર, ઠાકર મંદિરે દર્શન કરવા જતા લોકોને આ પાણીના ખાબોચિયામાંથી પસાર થવું પડે છે, તેવું જૂની દુધઈના રહેવાસી બેચરભાઈ રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું. આ પાણીના ખાડાઓ ભરેલા હોય તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આજુ-બાજુની તમામ શેરીઓમાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. આ પાણીના વેડફાટ અંગે દુધઈ ઉપસરપંચ ધીરજ પટેલને પણ જાણ કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer