ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 4 : શહેરના ડીબીઝેડ વિસ્તારમાં જાહેરમાં પતા ટીંચતા પાંચ શખ્સને પકડી પાડી પોલીસે રોકડા રૂા. 14,100 જપ્ત કર્યા હતા. શહેરના ડીબીઝેડ વિસ્તારમાં આવેલ પારેખ માર્કેટ પાછળના ભાગે અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી. અહીં ગોળ કુંડાળું વાળી પત્તા ટીંચતા મનીષ પ્રહલાદ નાઇ, જયેશ પ્રહલાદ નાઇ, ચેતન ધના ગોહીલ, દિનેશ પ્રહલાદ નાઇ અને જસવીર ભાગસિંઘ સિંઘ નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા.  જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 14,100 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer