જાટાવાડામાં ત્રણ શખ્સે એરંડાનો પાક સળગાવી,મારી નાખવાની ધમકી આપી

રાપર, તા. 4 : તાલુકાના જાટાવાડા ગામમાં પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી ત્રણ શખ્સે એરંડાનો પાક સળગાવી નાખ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત મોડી રાત્રીના અરસામાં બન્યો હતો. આરોપીઓ ભગુભા રણજીતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા અને વેલા ધના મારાજ ફરીયાદી સહદેવસિંહ ઉર્ફે સુખુભા ખેતુભા વાઘેલાના ખેતરમાં ગયા હતા અને 100 મણ એરંડાના પાકમાં આગ લગાડી દીધી હતી.  પાક સળગી જતા બે લાખનું નુકસાન થયું હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. ફરીયાદી અને સાહેદ આગ બુઝાવવા માટે  દોડતા આરોપીઓ ધારીયુ લઈ પાછળ દોડયા હતા.  પોલીસે આરોપી ભગુભા વાઘેલાની દેશી દારૂની ભઠ્ઠી પકડી હતી. તેની બાતમી ફરીયાદીએ આપી હોવાની શંકા રાખી પાક સળગાવી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાલાસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer