કચ્છમાં હજુ માવઠાંનો દોર ચાલુ રહેશે

ભુજ, તા. 4 : સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહથી અલગ અલગ સ્થળે ભારે પવન-કરા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લા સાથે કચ્છમાં હજુ રવિવાર સુધી કમોસમી વરસાદનો દોર જારી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં હજુ આગામી પાંચ દિવસ તોફાની પવન-ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળે હળવો -મધ્યમ વરસાદ વરસવાનો સિલસિલો યથાવ્ત રહેશે. આ તરફ મહત્તમ તાપમાનનો પારો તમામ કેન્દ્રોમાં 40 ડિગ્રીથી નીચે રહેવા છતાં તાપ-ઉકળાટનો દોર યથાવત્ રહ્યો હતો. ભુજ અને કંડલા (એ.)માં પારો 39.9 ડિગ્રી નોંધાયો હતો. હજુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં મોટા ફેરબદલની સંભાવના હવામાન વિભાગે નકારી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer