અમદાવાદમાં ગીતાસૈનિકો દ્વારા 167 ઘેટાં-બકરાં ઝડપી પડાયાં

અમદાવાદ, તા. 4 : આ શહેરમાં કાગડાપીઠ પોલીસ મથકની હદના વિસ્તારમાંથી ગીતાબેન રાંભિયા સ્મૃતિ આહિંસા ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા પોલીસની મદદથી આઇશર ગાડીમાં કતલખાને લઇ જવાતા મનાતા 41 ઘેટાં અને 126 બકરાંને બચાવી લઇને તેમને અભયદાન અપાવાયું હતું. ટ્રસ્ટના સંચાલક બચુભાઇ રાંભિયાને મળેલી બાતમીના આધારે કાગડાપીઠ પોલીસના સ્ટાફને સાથે રાખી બહેરામપુરા ચોકી ત્રણ રસ્તા ખાતે આ કાર્યવાહી કરાઇ હતી. બચાવી લેવાયેલાં ઘેટાં-બકરાંને ઓઢવ પાંજરાપોળમાં મોકલી આપીને અભયદાન અપાવાયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer