નખત્રાણામાં 18થી ઉપરના લાભાર્થી રસીની માહિતી-તારીખ ન મળતાં હેરાન

નખત્રાણા, તા. 4 : કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે 18 વર્ષથી ઉપરના યુવાન-યુવતીઓ રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા છતાં - અહીં આરોગ્ય શાખા દ્વારા કયારે રસી આપવામાં આવશે. કઈ તારીખે આપવામાં આવશે. તેની માહિતી લોકોને આપવામાં આવતી નથી.ઉલ્ટાનું રસી ક્ઁન્દ્રો પર આ અંગે રૂબરૂ માહિતી મેળવવા જતાં કોઈ જવાબ મળતો નથી.જવાબદારીની ફેંકાફેંકીની સાથે રસીનો સ્ટોક નથી. પછી આવજો. અહીં કોઈ હાજર નથી તેવા ઉડાઉ જવાબો આપી લોકોની પરેશાનીમાં વધારો કરવામાં આવે છે. તેવી ફરિયાદો ઉઠી છે. સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય સોઢા રામાસિંહજીના પુત્ર સોઢા નુમાનસિંહએ આ અંગે બળાપો કાઢતા જણાવ્યુ હતું કે, અઠવાડિયા અગાઉ તેમના દિકરા- દિકરી માટે રસી લેવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે છતાં આઠ આઠ દિવસ સુધી કોઈપણ જાતની જાણકારી ન મળતા તેમણે સામુહિક  આરોગ્ય કેન્દ્ર હેલ્પ ઓફિસ નં પર રૂબરૂ તપાસ કરવા ગયાં હતાં. છતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ઉલ્ટાનું રસી આવશે ત્યારે ખબર પડશે.  વધુમાં આ બાબતે તેમણે અહીંના રાજકીય આગેવાનો અગ્રણીઓને ટેલિફોન પર સંપર્ક સાધ્યો હતો. તેણે પણ કહ્યંy અમોને પણ ખબર નથી કે રસી કયારે  આપવાનું શરૂ થશે. હા. 50/60 ડોઝ આવે છે તે તાલુકાના પ્રાથમિક કેન્દ્રમાં આપવામાં આવે છે. તે પણ અપુરતા છે. ખરેખર આરોગ્ય શાખા દ્વારા રજીસ્ટ્રેશન બાદ રસી આપવાની તારીખ કેન્દ્ર ઓનલાઈન પર તાત્કાલિક મળવી જોઈએ. નહીંતર લોકો આમ -તેમ ધકકા ખાય છે તેવું તેમણે કહ્યંy હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer