નાની ચીરઈમાં વાડામાંથી સાત હજારનો દારૂ પકડાયો

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં એક વાડામાંથી પોલીસે રૂા. 70પ0ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. નાની ચીરઈમાં કબિર આશ્રમ સામે આવેલા કવલ પ્લાસ્ટિક નામના વાડામાં દારૂનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી ગઈ હતી. આ વાડામાં વાદળી રંગના બેરલમાંથી મેકડોવેલ્સ નંગ ર1, નાઈટ બ્લુ મેટ્રોલીકરની 17 બોટલ તથા બડવાઈઝર મગતુમ બિયરના 11 ટીન એમ કુલ રૂા. 70પ0નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ વાડીમાંથી જૈદ યાશીન ઘાંચી (મુસ્લિમ) નામના શખ્સની  અટક કરવામાં આવી હતી. તેણે આ દારૂ કયાંથી મગાવ્યો હતો ? તેની સાથે અન્ય કોણ-કોણ છે ? વગેરે બાબતોની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer