બેપ્સે મગાવેલા 600 ઓક્સિજન સિલિન્ડર આવ્યાં

મુંદરા, તા. 4 : દેશમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા યુ.એ.ઈ. દ્વારા મગાવવામાં આવેલા 600 જેટલા ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો મુંદરા બંદરે આવી પહોંચ્યો છે. સંસ્થા સાથે સંકળાયેલા સત્સંગી રાજુભાઈ ચોથાણીએ માહિતી આપતાં જણાવ્યું કે, ભારતમાં કોરોના મહામારીમાં ઓક્સિજનની તંગી વચ્ચે 30 જેટલા ઓક્સિજન મશીનો હવાઈમાર્ગે અમદાવાદ આવ્યા બાદ ગઈકાલે 3 કન્ટેનરોમાં 600?ઓક્સિજન સિલિન્ડર ભરેલું જહાજ `શાન્તામારિયા' મુંદરા બંદરે લાંગર્યું છે, જેમાં વધુ સાત જેટલા ટેન્ક કન્ટેનરોનો વધુ 140 મે. ટન જથ્થો દુબઈ પોર્ટ હસ્તગત પણ આવ્યો છે, જે રેલમાર્ગ મારફતે રાજસ્થાનના પાલી ગામે જશે, જ્યારે ત્રણ કન્ટેનરોમાં 600?સિલિન્ડરનો જથ્થો બી.એ.પી.એસ.ની કોવિડ હોસ્પિટલ અમદાવાદ, વડોદરા અને સુરત મોકલાશે એવું શ્રી ચોથાણીએ જણાવ્યું હતું.  પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી સ્થાનિક સંતો અને જ્ઞાનવત્સલ સ્વામીની દેખરેખ હેઠળ મંદિર પરિસરના રવિસભા મંડપને કોવિડ હોસ્પિટલમાં ફેરવી ફકત પાંચ દિવસમાં પ્રથમ રપ0 બેડની, ત્યારબાદ વધુ 250 બેડની  સાથે કુલ પ00?બેડની અને પ0?બેડ આઈસોલેટેડ સાથે અત્યારે કાર્યરત છે, જેમાંના તમામ બેડ ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા સાથેના છે.  મુંદરા બંદરે ઓક્સિજનનો જથ્થો આવી પહોંચ્યા બાદ કસ્ટમ કમિશનર ટી. રવિની સૂચનાથી ફકત 30 મિનિટમાં કસ્ટમ કલીયરન્સ આપી દેવામાં આવ્યું હતું. આ કાર્યમાં એડિશનલ કમિશનર સુશાંતકુમાર, પુનિતકુમાર (ડે. કમિ.) અને અનંત સ્વાઈન (ડે.ક.) હાજર રહી કામગીરી ઝડપી બનાવી હતી. તા.6ના ર લિક્વિડ ઓક્સિજન ટેન્ક મુંદરા આવશે, જે જથ્થો ગુજરાત સરકારને આપવામાં આવશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer