25 મેના પૂર્ણ ચંદ્રગ્રહણ: ભારતમાં પણ દેખાશે

ભુજ, તા. 4 : મે મહિનાના આરંભે સૂર્યોદય પહેલાં કુંભ રાશિમાં ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવા મળશે. દર વર્ષે આ સમયે પૃથ્વી હેલી ધૂમકેતુની અતિ લંબગોળ ભ્રમણકક્ષાને છેદી પસાર થાય છે અને વર્ષો પહેલાં આ ધૂમકેતુ દ્વારા ખંખેરાયેલા ઝીણા રજકણો ઉલ્કારૂપે સેકંડે 66 કિલોમીટર ગતિથી  વાતાવરણમાં પ્રવેશે છે. પ્રતિ કલાક 1,48,000 માઈલની ઝડપે ખરતા તારા જેવા દેખાય છે. 6મેની રાત્રે દૂરબીનની મદદથી અથવા નરી આંખે કુંભ રાશિમાં સુંદર ઉલ્કાવર્ષા નિહાળી શકાશે. 26મે, બુધવારના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. ગ્રહણ ભારતીય સમયે બપોરે 02.17 કલાકે શરૂ થશે અને સાંજે 07.19 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં આપણને તેનો અંતિમ તબક્કો સૂર્યાસ્ત પછી જોવા મળશે.વૈશાખ મહિનાની પૂનમે ગુરુપૂર્ણિમાએ થનારું આ પૂર્ણ ચંદ્રગ્રહણ વર્ષ 2021નું પ્રથમ છે અને એ રીતે વિશેષ હશે કે, ત્યારે ચંદ્ર ભ્રમણ કક્ષામાં પૃથ્વીની લગભગ સૌથી નજીક (ાયશિલયય ાજ્ઞશક્ષાિં  પાસે) હશે, તેથી આકાર મોટો લાગશે. ભરતી પણ ખાસ કરીને મોટી રહેશે. મહિનાના મધ્યમાં સૂર્યાસ્ત પછી પશ્વિમ ક્ષિતિજ પાસે બુધ અને શુક્ર ગ્રહો જોઈ શકાશે તેવું જાણીતા ખગોળશાત્રી અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના વડા ડો. જે. જે. રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer