જન્મ-મરણનાં પ્રમાણપત્ર માટે હવે સુધરાઈમાં ધક્કો નહીં પડે

ભુજ, તા. 4 : કોરોના મહામારીને ધ્યાને લઈ જન્મ-મરણના દાખલા મેળવવા કોઈ સ્વજનને લાઈનોમાં ઊભવું ન પડે તે માટે સરકાર દ્વારા વેબસાઈટ જારી કરાઈ છે જેના મારફતે લોકો ઓનલાઈન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.થોડા દિવસ પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા ઉપરોકત બાબતે જાહેરાત કરાઈ હતી. જેમાં જણાવાયા મુજબ હાલે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ સ્વજનને જન્મ કે, મરણના પ્રમાણપત્ર મેળવવા નગરપાલિકામાં લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે વાાિંાિં://યજ્ઞહફસવ.લીષફફાિં.લજ્ઞદ.શક્ષ/ઉજ્ઞૂક્ષહજ્ઞફમઈયાિશિંરર્શીંઈશાશુંયક્ષ.ફતાડ્ઢ  વેબસાઈટ જાહેર કરાઈ છે. આ વેબસાઈટ પર જઈ અરજી નંબર અથવા તો મોબાઈલ નંબર દાખલ કરી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. પ્રમાણપત્ર મેળવનારે તેમના રજિસ્ટર મોબાઈલ નંબર હોસ્પિટલમાં ચોકકસ દાખલ કરાવવો અથવા તો હોસ્પિટલ પાસેથી એપ્લિકેશન નંબર મેળવી લેવા જેથી સરળતાથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોકત વેબસાઈટ શરૂ થઈ  ગઈ હોવાથી નગરપાલિકામાં હાલમાં ફિઝિકલ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા કામચલાઉ ધોરણે મોકુફ રખાઈ હોવાનું ભુજ સુધરાઈના મુખ્ય અધિકારીની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer