અંજારમાં વેગીલા પવન સાથે એક ઇંચ વરસાદથી ભરાયા પાણી

અંજારમાં વેગીલા પવન સાથે એક   ઇંચ વરસાદથી ભરાયા પાણી
અંજાર, તા. 3 : અહીં વેગીલા પવન સાથે 1ઇંચ વરસાદ થતાં ચોમાસાની જેમ ઠેર ઠેર રસ્તે પાણી ભરાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોરના ત્રણ વગતાંજ વાતાવરણમાં પલટો આવે છે, અને ગાજવીજ સાથે વરસાદ થાય છે. અને એ ક્રમ અનુસાર આજે પણ બપોરે ગાજવીજ સાથે 1 ઇંચ પાણી વરસી ગયું હતું. દરમ્યાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા સાથે થતા વરસાદથી બાગાયતી પાક આંબા-ખારેકને પારાવાર નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.તો આંબાપરમાં પવન સાથે વરસાદ થકી અનેક વૃક્ષો ધરાશાયી થવાનું અગ્રણી અરજણ ભાઈ ખટારિયાએ જણાવ્યું હતું. અંજારમાં આજે વરસાદથી મુખ્ય માર્ગો જેવા કે, શાકમાર્કેટ, એસ.ટી. બસ સ્ટેશન રોડ પર ચોમાસાની જેમ પાણી ભરાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer