મુંદરામાં વરલી મટકાનો બુકી ઝડપાયો

મુંદરામાં વરલી મટકાનો  બુકી ઝડપાયો
ભુજ, તા. 3 : મુંદરામાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા બુકીને પોલીસે ઝડપી લીધો હતો. મુંદરા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ચાઇના ગેટની સામે પરડાઇ કબ્રસ્તાનની બાજુમાં આવેલી ચાની દુકાન પાછળ બાવળોની ઝાડીમાં ઝહીર અબ્બાસ તુર્ક વરલી મટકાનો આંકફેરનો આંકડો લઇ જુગાર રમી-રમાડી રહ્યો છે, જેથી પોલીસે દરોડો પાડતાં ઝહીરને રોકડા રૂા. 24,090 તથા આંકડાના સાહિત્ય તેમજ એક મોબાઇલ ફોન કિં. રૂા. 5000 એમ કુલ?રૂા. 29,090ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી આદરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer