સનરાઈઝર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ જીતની પ્રબળ દાવેદાર

નવી દિલ્હી તા.3: સતત બે જીત સાથે જીતના ક્રમ પર શાનદાર વાપસી કરનાર ગત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મંગળવારના આઇપીએલના મેચમાં અંતિમ સ્થાન પર ચાલી રહેલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ જીતની પ્રબળ દાવેદાર તરીકે મેદાને પડશે. મુંબઇએ પાછલા મેચમાં મજબૂત અને પરંપરાગત હરીફ ચેન્નાઇ સામે આખરી દડે રોમાંચક જીત મેળવીને નવો આત્મવિશ્વાસ હાંસલ કરી લીધો છે. બીજી તરફ સનરાઇઝર્સને કેપ્ટન બદલવા છતાં જીત નસીબ થઇ નથી. પાછલા મેચમાં કેન વિલિયમ્સનના નેતૃત્વમાં આ ટીમને રાજસ્થાન સામે પપ રને કારમી હાર મળી હતી. હૈદરાબાદની ટીમ સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહી છે. કાંગારૂ સ્ટાર વોર્નરની સુકાનીપદેથી હકાલપટ્ટી બાદ ઇલેવનમાંથી પડતો મુકાયો હતો. મુંબઇના ટોચના ક્રમના બેટધરો હવે ધીરે ધીરે લય પકડી રહયા છે. કપ્તાન રોહિત શર્મા (2પ0 રન) અને કિવંટન ડિ'કોક (1પપ રન) ફરી એકવાર ટીમને સારી શરૂઆત આપવા ઇચ્છશે. જો કે બન્નેની નજર હૈદરાબાદ સામે મોટી ઇનિંગના નિર્માણ પર રહેશે. પાછલા મેચમાં પોલાર્ડે ચેન્નાઇ સામે 34 દડામાં 87 રન કરીએ એકલા હાથે મુંબઇને 219 રનના લક્ષ્યે પહોંચાડીને જીત અપાવી હતી. કુણાલે અને હાર્દિકે પણ ઉપયોગી ઇનિંગ રમી હતી. આવતીકાલના મેચમાં મુંબઇની ઇલેવનમાં જયંત યાદવના સ્થાને ઇશાન કિશનની વાપસી થઇ શકે છે. ડેથ ઓવરમાં બુમરાહ-બોલ્ટની જોડી શાનદાર બોલિંગ કરી રહી છે. લેગ સ્પિનર રાહુલ ચહર 11 વિકેટ સાથે મુંબઇનો સૌથી સફળ બોલર છે. જો કે તેને કુણાલનો સાથ મળી રહ્યો નથી. સનરાઇઝર્સની વાત કરીએ તો વોર્નરની ગેરહાજરીમાં ટીમ નવા કપ્તાન વિલિયમ્સન અને બેયરસ્ટો (248) પર વધુ નિર્ભર છે. બાકીના મનીષ પાંડે, વિજય શંકર, કેદાર જાધવ, અબ્દુલ સમદ અને મોહમ્મદ નબી છાપ છોડી શકયા નથી. લેગ સ્પિનર રાશિદ ખાન (10 વિકેટ) ફકત સફળ બોલર છે. આવતીકાલના મેચમાં સંદિપ શર્માના સ્થાને સિધ્ધાર્થ કૌલને તક મળી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer