ઋષભ પંત કેપ્ટનશીપનો આનંદ માણી રહ્યો છે

અમદાવાદ, તા.3: સ્ટાર વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત દિલ્હી કેપિટલ્સના સુકાનીની ભૂમિકાનો આનંદ માણી રહ્યો છે. તેનું કહેવું છે કે કોચ રીકિ પોન્ટિંગ અને સીનીયર ખેલાડીઓ પાસેથી દરેક દિવસે કાંઇક નવું શિખવાનું મળે છે. દિલ્હીની ટીમે રવિવારના મેચમાં પંજાબ સામે 7 વિકેટે જીત મેળવીને 12 અંક સાથે ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. તેની આઠ મેચમાં આ છઠ્ઠી જીત છે. મેચ બાદ પંતે કહ્યંy કે શિખરભાઇ અને પૃથ્વીએ અમને ઘણી શરૂઆત અપાવી. અમારી ટીમની મોટાભાગની યોજનાઓ સારી રીતે આગળ વધી રહી છે. અમે કોલકતામાં રમાનારા મેચોમાં કેટલાક વિકલ્પ અજમાવાની જરૂર છે. ટીમમાં પ્રતિસ્પર્ધા સારી વાત છે. હું કેપ્ટનશિપનો રોજ આનંદ લઇ રહ્યો છું. મારા અનુભવ અને સીનીયરની સલાહનો ઉપયોગ કરું છું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer