કુકમામાં ક્વોરેન્ટાઇન અને એકલા રહેનારા માટે યુવાનો દ્વારા સેવા શરૂ

કુકમામાં ક્વોરેન્ટાઇન અને એકલા  રહેનારા માટે યુવાનો દ્વારા સેવા શરૂ
કુકમા (તા. ભુજ), તા. 3 : અહીંના કચ્છ ગુર્જર ક્ષત્રિય યુવા મંડળ દ્વારા કોરોનાના કપરા કાળમાં અનોખો સેવાયજ્ઞ આરંભાયો છે. ગામમાં કોરોનાના ઘણા કેસો છે. એકલા રહેવાવાળા કે અમુક કિસ્સામાં ઘર ચલાવતી ગૃહિણી જ કોરોનાગ્રસ્ત છે. ક્વોરેન્ટાઇન રહેલા કુટુંબના સભ્યો કોઇપણ ચીજવસ્તુ લેવા જઇ શકતા નથી. આવા કોઇપણ કુટુંબને યુવક મંડળ દ્વારા બપોરે દાળ, ભાત, શાક-રોટલી અને રાત્રે ખીચડી, કઢી વગેરેનું ભોજન વિનામૂલ્યે પહોંચાડાય છે. ગામના દરેક સમાજ માટે આ સેવા ઉપલબ્ધ છે. ભોજનની સાથે તાજા લીંબુ પણ પહોંચાડવામાં આવે છે. આ સેવાકાર્ય માટે ઉત્તમ રાઠોડ, રીતેશ ચૌહાણ, નીરવ પરમાર, રાજન પરમાર, વિનોદ ટાંક વગેરે સેવા સંભાળી રહ્યા છે. દીપ ટાંક અને કનિષ્ક પરમાર પોતાના વાહનોથી ટિફિન પહોંચાડી રહ્યા છે. લીનેશ ટાંક અને ભાવેશ વેગડના સહયોગથી જરૂરિયાતવાળા દર્દી માટે ઓક્સિજનના બે બાટલાની પણ વ્યવસ્થા કરાઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer