ભુજની બાળકીએ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું

ભુજની બાળકીએ વર્લ્ડ રેકોર્ડ  ઓફ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું
ભુજ, તા. 3 : `ચક્કર' એ કથ્થક નૃત્યશૈલીની આગવી ઓળખ છે અને ચક્કરની જ તકનીકમાં મહારથ હાંસલ કરવાના પ્રયત્ન કરતાં જ ભુજની નાની દીકરીએ વર્લ્ડ રેકોર્ડ સર્જી ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસાને જાળવ્યો છે. ધ્યાના એમ. સોની છેલ્લા 2 મહિનાથી મહેનત કરી રહી હતી ને MOST NUMBERS OF KATHAK DANCESPINS (DIRECTIONALLY) IN 30 SECONDS'નો વર્લ્ડ રેકોર્ડ પોતાનાં નામે કર્યો હતો. આ શૈલીની તાલીમ ભુજના નૃત્યનાદ ધ ડાન્સ સ્ટુડિયોના આર્ટિસ્ટિક ડિરેકટર એવા યેશાબેન ઠક્કર પાસેથી લેવાઈ હતી. ધ્યાનાના રેકોર્ડની ચકાસણી પદ્મવિભૂષણ પંડિત બીરજુ મહારાજની પૌત્રી રાગિણી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેઓ આ શૈલીની ધરોહરને સમૃદ્ધતા તરફ લઈ જવામાં કાર્યરત છે. આ સિદ્ધિના સાક્ષી બનતાં મહારાવ પ્રાગમલજી ત્રીજા પૃથ્વીરાજસિંહજી જાડેજા તેમજ મહારાણી પ્રીતિદેવીબાસાહેબના હસ્તે ધ્યાનાને સન્માન સાથે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યાનાં સર્ટીફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer