સાંઘી સિમેન્ટ નલિયામાં કોવિડ કેર સેન્ટર હવે શરૂ કરશે

સાંઘી સિમેન્ટ નલિયામાં કોવિડ   કેર સેન્ટર હવે શરૂ કરશે
નલિયા, તા. 3 : સાંઘી સિમેન્ટ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવશે તેમ કોરોનાકાળના સમય દરમ્યાન અબડાસાની પ્રજા માટે નલિયા ખાતે કોવિડ સેન્ટર શરૂ કરશે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી ભુજ ખાતે સાંઘી સિમેન્ટના અધિકારી એન. બી. ગોહિલ સાથે પરામર્શ કર્યા પછી સાંઘી સિમેન્ટ કંપનીએ કોવિડ સેન્ટર કાર્યરત કરવા તત્પરતા બતાવી હતી. તદઅનુસાર નલિયા ખાતે મોડેલ સ્કૂલ ખાતે સૂચિત કોવિડ સેન્ટર કાર્યરત કરાશે. આ અંગે અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત સાથે પણ જરૂરી ચર્ચાઓ કરી કોવિડ સેન્ટર શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. આ અંગે અધિકારીઓએ સૂચિત કોવિડ સેન્ટરના સ્થળની મુલાકાત લીધી હતી. આ અંગેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોવિડ સેન્ટર કાર્યરત કરાશે. ધારાસભ્યે નલિયા ખાતેના ભાનુશાલી બોર્ડિંગમાં કાર્યરત આઈસોલેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. ધારાસભ્યની સાથે ભાજપના પદાધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer