હવે ગાંધીધામ -જોધપુર ટ્રેન પણ રદ કરાઈ

ગાંધીધામ, તા. 3 : કોરોના વાયરસરના વધતા સંક્રમણની પરિસ્થિતિ અને પ્રવાસીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશેષ ટ્રેનો રદ કરવામાં આવી રહી છે, ત્યારે આજે કચ્છથી રાજસ્થાન વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત દોડતી ટ્રેનને રદ કરવામાં આવી છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામથી અઠવાડિયામાં ત્રણ વખત દોડતી ગાંધીધામ-જોધપુર ટ્રેન તાજેતરમાં જ શરૂ કરવામાં આવી હતી. ઓછા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી તા. 4 મેથી ગાંધીધામ - જોધપુર (02484-02483) નંબરની ટ્રેન આગળની સૂચના સુધી રદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગાંધીધામ-ઈન્દોર સાપ્તાહિક ટ્રેનને પણ આગળની સૂચના સુધી રદ કરવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer