માનકૂવામાં લીલા ગાંજાના છોડ સાથે આધેડ આરોપી દબોચાયો

માનકૂવામાં લીલા ગાંજાના છોડ સાથે આધેડ આરોપી દબોચાયો
ભુજ, તા. 3 : માનકૂવામાંથી પોલીસે દરોડો પાડીને માદક પદાર્થ લીલા ગાંજાના 33 છોડ સાથે એક આધેડ આરોપીને ઝડપી લીધો છે. માનકૂવા પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે દરોડો પાડતાં જૂનાવાસના ઓમ નગરમાં રહેતા પ6 વર્ષીય નારણ કાનજીભાઈ ભુડિયાને માદક પદાર્થ ગાંજાના જીવંત છોડ નંગ-33 જેનું વજન ચાર કિલો બસ્સો એકસઠ ગ્રામ જેની કિં. રૂા. 44,610 તથા એક મોબાઈલ જેની કિં. રૂા. ર000 એમ કુલ રૂા. 46,610ના મુદામાલ સાથે ઝડપી તેની વિરુદ્ધ નારકોટિકસ એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી આદરાઈ હતી. આ કામગીરીમાં ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. બારોટ, પો. કો. હરિશ્ચંદ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ પરમાર, એ.એસ.આઈ. પ્રેમજીભાઈ ફણેજા, પો.કો. રૂપાભાઈ દેસાઈ, મહેશભાઈ દેસાઈ, ભૂરાભાઈ ચૌધરી, ભાખરાજી સોઢા, આશિષભાઈ કરમટા, મહિલા પો.કો. ગીતાબેન રાઠોડ, નમ્રતાબેન સાલવી વિગેરે જોડાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer