ભુજના જરૂરિયાતમંદ ગરીબ બાળકોને હોટેલમાં જમાડીને ભેટ આપવામાં આવી

ભુજના જરૂરિયાતમંદ ગરીબ બાળકોને  હોટેલમાં જમાડીને ભેટ આપવામાં આવી
ભુજ, તા. 3 : આવા કોરોનાકાળમાં ખાસ કરીને અત્યંત જરૂરિયાતમંદ ગરીબ પરિવારનાં બાળકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે, ત્યારે લાયન્સ ક્લબ દ્વારા આવાં નાનાં બાળકોને ભોજન કરાવી ભેટ આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા નવતર પ્રયોગના ભાગ રૂપે બે દિવસ માટે ડો. મુકેશ ચંદેની લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડન્ટ તરીકેની સેવા લેવામાં આવી હતી ત્યારે સર્વિસ ડે નિમિત્તે શહેરના ગરીબ બાળકોને ભુજની હોટલ કે.બી.એન.ના ડાયનિંગ હોલમાં ક્લબના સભ્ય મિત્રો સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળકોઅને ભેટથી નવાજવામાં આવ્યાં હતાં. પ્રથમ વખત હોટેલમાં ભોજન લઈને તેમજ ગિફ્ટ મેળવીને બાળકો ખુશ થયાં હતાં. સેવાકીય પ્રોજેક્ટના ચેરમેન તરીકે નિખીલ શાહ તથા અજિતસિંહ રાઠોડે સેવા આપી હતી. ક્લબ પ્રમુખ ડો. મુકેશ ચંદે, પ્રફુલ્લ શાહ, મંત્રી ચંદ્રકાન્ત સોની, ખજાનચી હર્ષદ ભીન્ડે, કન્વિનર અભય શાહ તેમજ ચેતન ઠક્કર તેમજ બહોળી સંખ્યામાં લાયન્સ સભ્યોએ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer